ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું.

                  

ઝારખંડના પાટનગર રાંચીનાં  લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું. 


તારીખ :૨૬-૦૮-૨૦૨૩ થી  તારીખ : ૨૭-૦૮-૨૦૨૩ દરમ્યાન ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું હતું. આઝાદીના સ્વાતંત્રસંગ્રામના વીરશહીદો અને પ્રચંડ આદિવાસીત્વની જ્યોતિ જ્યાંથી સળગી એવા ઝારખંડ રાજયના પાટનગર રાંચીમાં રાષ્ટ્રીય આદિવાસી સમિટનું આયોજન મધ્ય ભારતના અનેક આદિવાસી યુવાનોના મન પર રાજ કરનાર ડો.હિરાલાલ અલાવાજીની ટીમ જય આદિવાસી યુવા શક્તિ અને 77 વર્ષે પણ યુવાનોને શરમાવે એટલી સ્ફૂર્તિ  ધરાવતા સંયમ સાથે કાયદાકીય લડત લડવાના હિમાયતી યુવાન અશોકભાઈ ચૌધરીજીના રાષ્ટ્રીય આદિવાસી સમનવ્ય મંચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું.મણિપુર હિંસા અને UCC સહિતના વિવિધ મુદ્દે દેશભરના રાજ્યોના આગેવાનોને ચર્ચા કરવા આમંત્રણ આપવામાં આવ્યું, 

        જેમાં ગુજરાતથી સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાજી, ડો.ચેતન પટેલ, ડો.એ જી પટેલ, ધનસુખભાઈ પટેલ,કમલેશભાઈ પટેલ,મહેન્દ્રભાઈ વસાવા,ઝવેરભાઈ વસાવા, ડૉ . નિરવ પટેલ સહિતના આગેવાનોએ ભાગ લીધો હતો,જેમાં કોકરાઝાર આસામના સાંસદશ્રી નબકુમાર સરણીયાજી,મધ્ય પ્રદેશના યુવા ધારાસભ્ય ડો.હિરાલાલ અલાવાજી સહિત અન્ય નામી-અનામિ ધારાસભ્યો,માજી સાંસદો-ધારાસભ્યો અને અન્ય સામાજિક આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા,જ્યાં 2 દિવસ દરમ્યાન જ્ઞાનની સરવાણી વહી અને અન્યાય સામે લડવા માટે વધુ કટીબધ્ધ બનવાની પ્રેરણા મળવાની વાત ડૉ.નિરવ પટેલે કહી હતી. 

          જ્યારે આ અધિવેશનમાં સૌથી યુવા વ્યાખ્યાતા તરીકે ડૉ. નિરવ પટેલને મંચ પરથી પ્રવચન કરવાનો લાભ પ્રાપ્ત થયો હતો.





Post a Comment

0 Comments