Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ.

    

Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નવસારીના અધ્યક્ષ સ્થાને તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ સમીક્ષા બેઠકમાં મળેલ સુચના અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી.

 નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાના મુ.શુ.શ્રીઓને ફુડ હેન્ડલીંગ, હાઇજીન સંદર્ભે અવેરનેસ તાલીમ સંદર્ભે મદદનીશ કમીશનરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી મારફત  તાલીમ આપવામાં આવી હતી.જે તાલીમમાં  ખેરગામ તાલુકાના તમામ મુ.શિ.શ્રીઓન અને મધ્યાહન ભોજન સંચાલક ઉપસ્થિત રહ્યા હતા. તાલીમનું સંચાલન જિલ્લા ડ્રગ અને ફૂડ વિભાગમાંથી ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેમાં ખેરગામ નાયબ મામલતદાર તેજલબેન અને mdm વિભાગના મિતુલભાઈ પટેલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.

તાલીમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત  52 શાળાનાં મુખ્ય શિક્ષકો જોડાયા હતા.




Post a Comment

0 Comments