Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.
તારીખ 6/6/2024 થી 7/6/2024 દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB સ્કૂલ ચીખલી ખાતે યોજાઈ હતી.
જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો.શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.
શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો.શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી.
બી.આર.સી કો.શ્રી અશ્વિનભાઈ ઉપલબ્ધ પાણી વિશે વાતો કરી. શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છ પાણી મળી રહે એના વિશે માર્ગદર્શન આપ્યું. ગંદા પાણી ને આપણે કેવી રીતે રિસાયકલ કરી શકીએ એના વિશેની ચર્ચા કરી. બાળકને દિવસ દરમિયાન કેટલું પાણીની જરૂરિયાત રહે તેની સમજ આપવામાં આવી. બી.આર.સી કો.શ્રી સોનલબેન એ સેનેટરી વિશે વાતો કરી. કન્યાઓને શાળા કક્ષાએ એક નોડલ ટીચર રાખી એમને મૂંઝવતા પ્રશ્નોની સમજ આપવા વિશેની વાતો સમજાવવામાં આવી.
શૌચાલય વિશે વાતો કરી કેટલા બાળકોએ કેટલા એકમદીઠ નળ હોવા જોઈએ, એક્સપાયર થયેલી દવા લાલ રંગની કચરાપેટીમાં જ નાખવી જોઈએ એ વાત બાળકો સુધી પહોંચે તે વિષે યોગ્ય માર્ગદર્શન મળે રહે તેમજ સુચારુ આયોજન થાય તે મુજબની ચર્ચા કરવામાં આવી. તેમજ જુદા જુદા કલરની કચરાપેટીમાં કયા પ્રકારનો કચરો નાખવો એના વિશેની સરસ સમજૂતી આપવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોએ એમુજબનું આયોજન થાય એ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ જૂથ બનાવી કલસ્ટરની કોઈ એક શાળા ડ્રોઈંગ કરી શાળા સુવિધા દર્શાવી તેને જૂથચર્ચા કરવામાં આવ્યુ.
બી.આર.સી કો.શ્રી હેમંતભાઈએ હરિયાળી જગ્યાઓ અને જમીનનો યોગ્ય ઉપયોગ વિશે વાતો કરી જેમાં વિદ્યાર્થીઓજી જૈંવ વિવિધતા, ફળદ્રુપતા, વર્મી કમ્પોઝ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોનું મન શાળાના વાતાવરણમાં તંદુરસ્ત રહે, આંતરિક રીતે સ્વચ્છ રહે વગેરે બાબતોનું સમજ સારી રીતે આપવામાં આવ્યું.
માનનીય ડીપીઓ સાહેબશ્રીએ સક્ષમશાળા બાબતે આપવામાં આવેલી તાલીમનું પૃથુકરણ કરી દરેક તાલીમાર્થીઓને સક્ષમશાળા વિશે શું જાણ્યું એના વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી. સાહેબશ્રી દ્વારા ફાયર સેફટી અંતર્ગત રાખવાની ટકેદારી વિશે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી. સક્ષમશાળા અંતર્ગત દરેક શાળા રોલ મોડલ બને ,શાળામાં સ્વચ્છતા તેમજ કોઈ ગંભીર ઘટના ન બને એના માટે સી.આર.સી કો. તેમજ આચાર્યશ્રી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
બીજા દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી કરવામાં આવ્યું.જિલ્લા કૉ.ઓ નિકિતા મેડમશ્રી દ્રારા આગલા દિવસનું પુનરાવર્તન કરાવવામાં આવ્યું બી.આર.સી કો.શ્રી વિજયભાઈ દ્વારા બાળસુરક્ષા અને જાતિ સતામણી વિષે સુંદર મજાના ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના બાળકોનું ભાવાત્મક, શારીરિક, માનસિક અને જાતીય આ ચાર પ્રકારે સતામણી બાળકોને ન થવી જોઈએ એના વિશેની વાત કરી.
આદર્શશાળા માટે ફરિયાદ પેટી ફરજીયાત હોવી જોઈએ જેના વિશે સુંદર માર્ગદર્શન આપ્યું. બી.આર.સી કોઓર્ડીનેટર સોનલબેન દ્વારા બાળ કાયદા અને તેની જાગૃતિ વિશે વાત કરી. શાળા સંચાલન કઈ રીતે કરવું અને સારું કઈ રીતે કરી શકાય એના વિશે મુદ્દા પ્રમાણે વાત કરી. બાળ અધિકાર વિશે વાતો કરી જેમાં 26 જેટલા અધિકારો વિશે જણાવ્યું. બી.આર.સી કો.શ્રી શશીકાંતભાઈએ આજ દિવસે સક્ષમશાળામાં હેતુ અને ઉદ્દેશ્ય વિશે સમજ આપી જેમાં મુખ્ય ચાર પાયા સ્વચ્છતા, હરિતા, સલામત ,અને સમાવિષ્ટ વિશે સમજ આપી. ત્યારબાદ તાલીમાર્થીઓને ફિલ્ડ વર્ક માટે ચીખલી કન્યા શાળામાં લઈ જવામાં આવ્યા.
જ્યાં બીલીમોરા ફાયર સેફ્ટીના એકેડેમી ના જાણકાર તજજ્ઞો દ્વારા ફાયર સેફ્ટી નો ડેમો બતાવવામાં આવ્યો.ફાયર સેફટી ના બોટલ નું નોઝલ ફરજિયાત હોવા વિશે વાત કરવામાં આવી. તેમજ ફાયર સેફ્ટી મોકડ્રીલ કરાવવામાં આવ્યું. આગના ચાર પ્રકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા. એ બી સી ડી પ્રકારના આગ વિશે કઈ રીતે કાળજી લેવી અને કઈ રીતે એને ઓલવવા માટેના શું જરૂરી હોઈ તેની સમજ આપવામાં આવી.
ત્યારબાદ કન્યાશાળામાં સક્ષમશાળા અંતર્ગત દરેક ઘટકોનું પ્રત્યક્ષ રૂપે સર્વે કરવામાં આવ્યું. જેમાં પાણી, ઉર્જા, હવા આરોગ્ય અને હરિયાળી જગ્યા વગેરે મુદ્દાઓને ચકાસવામાં આવ્યા. જેમાં પાડવામાં આવેલી જુદી જુદી ટીમ દ્વારા ગુણાંકન કરવામાં આવ્યું, ત્યારબાદ ફરી પાછા તાલીમ સ્થળે પહોંચી જુદી જુદી રીતે જૂથ ચર્ચા કરવામાં આવી. જેમાં સક્ષમ શાળામાં ખૂટતી બાબતોને યોગ્ય ધ્યાને લેવાનું કહેવામાં આવ્યું.તાલીમાર્થીઓને તાલીમ બાબતે પોતાના મંતવ્યો જણાવવા કહેવામાં આવ્યું.
તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સરસ ચા, નાસ્તા અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક તજજ્ઞ મિત્રોએ સરસ રીતે પોતાને મુદ્દા સક્ષમ શાળા અંતર્ગત અમને ખૂબ જ સચોટ રીતે સમજાવ્યા. જે અમે અમારા ક્લસ્ટરમાં આપવામાં આવનાર તાલીમને ખૂબ જ સારી રીતે આપી શકીએ એવા પ્રયત્નથી તાલીમને ખૂબ જ સફળ બનાવવામાં આવી. જિલ્લા કૉ.ઓ નિકિતા મેડમ દ્વારા પ્રમાણપત્ર આપી રાષ્ટ્રગીત ગાઈ છુટા પડ્યા. અંતે તાલીમ સફળ જણાઈ.
0 Comments