Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા પારંપરિક તેરા તહેવારની ઉજવણી.

Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા પારંપરિક તેરા તહેવારની ઉજવણી.

Courtesy: Sandesh news paper 

ડાંગ જિલ્લામાં તેરા તહેવારની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેરા તહેવારએ ચોમાસાની ઋતુમાં ડાંગી આદિવાસીઓ માટે વર્ષનો પ્રથમ તહેવાર ગણવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં દરેક તહેવારો પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તેરા તહેવાર નિમિત્તે જંગલમાંથી તેરા છોડનાં પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ ૧૫-૨૦ દિવસ વિતી જાય અને અષાઢ માસ આવે ત્યારે તેરા પર્વ ઉજવાય છે, ડાંગ જિલ્લાનાં દરેક ગામડાઓમાં પાટીલ, કારબારી અને આગેવાનો સાથે મળીને તેરા તહેવારની ઉજવણી વિશે દિવસ નક્કી કરતા હોય છે. 

આ દિવસે આદિવાસીઓ નવા થયેલા આળુના પાંદડા લાવી તે બાફી ( રાંધી ) તેનુ શાક બનાવે છે, તે દિવસે પાંદડાનું મહત્વ ઘણુ જ હોય છે. પ્રથમએ પાંદડા લાવી ઘર પર મુકવામાં આવે છે અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાક કે ભાજી બનાવામાં આવે છે. એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવામાં આવે છે. ત્યારબાદ તેઓ આરોગે છે.

કેટલાક ખેડૂતો તો અડદ વાવ્યા વગર તેરાનો તહેવાર કરતા નથી. તેમનું એવુ માનવું છે કે, અડદ વાવ્યા પછી જો તેરાનો સનપર્વ પાળવામાં આવે તો અડદમાંરોગ લાગુ પડે અને પાંદડા કોવાઈ જાય છે. સાથે અડદ મરી જાય એવી માન્યતા છે. આ તેરાનું શાક આદિવાસી માટે શાકભાજીની ગરજ સારે છે.તેરાના પાંદડામાં કોઈ પણ દાળમાં નાખી તેઓ ખાય છે.

ડાંગનાં આદિવાસી લોકોનાં તેરા તહેવારની ઉજવણી બાદ જ તેઓ ઈ મારતી ઝાડ એવા સાગનાં પાંદડા તોડી શકે છે. આ સાગનાં પાંદડા ઘરકામનાં ઉપયોગમાં લેવાય છે. વરસાદથી બચવા સાગનાં પાંદડાઓની બનાવટો બનાવામાં આવે છે.

જંગલમાંથી તેરા છોડનાં પાંદડા લાવી પૂજા કરવાની પ્રથા

Post a Comment

0 Comments